Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:26 - પવિત્ર બાઇબલ C.L.

26 કારણ, ઘણા પુરુષો તેના શિકારનો ભોગ બન્યા છે, અને તેણે અસંખ્ય માણસોના જીવ લીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 કારણ, તેણે ઘણાને ઘાયલ કર્યા છે, તેમને મારી નાખ્યાં છે અને અસંખ્ય માણસોના પ્રાણ લીધા છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:26
14 Iomraidhean Croise  

પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


મેં તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓએ જ શલોમોન રાજાને પાપમાં પાડયો હતો. બીજાં રાજ્યોના કોઈપણ રાજા કરતાં પણ એ તો મહાન રાજા હતો. પ્રભુ તેના પર પ્રેમ કરતા હતા અને તેને સમસ્ત ઇઝરાયલનો રાજા બનાવ્યો, અને છતાં તે આ પાપમાં પડયો.


આવી સ્ત્રીના ઘર તરફ જતો રસ્તો એ જાણે મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને તેને ઘેર જવું એ મૃતકોની દુનિયામાં જવા બરાબર છે.


લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે.


તેને ફટકા પડશે અને તે અપમાનિત થશે; તેનું કલંક કદી ભૂંસાશે નહિ.


તેના ઘરનો માર્ગ તો મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને મૃત્યુલોકના ઓરડાઓમાં પહોંચાડે છે.


પણ તેનું આમંત્રણ સ્વીકારનારને ખબર નથી કે તેનું ઘર મૃતાત્માઓનો વાસ છે, અને તેના મહેમાનો સીધા મૃત્યુલોક શેઓલના ઊંડાણમાં ઊતરનારા છે.


તેમનામાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા; આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ.


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે.


પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.


Lean sinn:

Sanasan


Sanasan