Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ક્યારેક શેરીમાં, તો ક્યારેક ચોકમાં, તો કોઈ ખૂણામાં શિકારની શોધમાં ઊભી રહેતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંયે હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:12
11 Iomraidhean Croise  

લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે.


શેરીના ખૂણામાં રહેતી એવી એક સ્ત્રીના ઘરના વળાંક પાસેથી તે પસાર થતો હતો.


તે પોતાના ઘરના બારણે અથવા નગરના ઊંચાં સ્થાને આસન જમાવે છે,


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.


પ્રેમીઓની પાછળ કેવી રીતે પડવું તે તું બરાબર જાણે છે! તેં તો દુષ્ટ સ્ત્રીઓને પણ તારા પાપી માર્ગો શીખવ્યા છે.


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


તારી નજર ઉઠાવીને ઉજ્જડ ટેકરીઓની ટોચ તરફ જો. શું કોઈ એવી જગા બાકી છે કે જ્યાં તેં વેશ્યાગીરી આચરી ન હોય? રણમાં ટાંપીને બેઠેલી વિચરતી જાતિના માણસની જેમ તું રસ્તાની બાજુએ બેસીને પ્રેમીઓની રાહ જુએ છે. તારી વેશ્યાગીરીથી અને અધમતાથી તેં દેશને ભ્રષ્ટ કર્યો છે.


તેં પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે અને દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બંધાવ્યા છે. છતાં તું બીજી વેશ્યાઓ જેવી તો નહોતી, કારણ, તને વેતન લેવા પ્રત્યે નફરત હતી.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan