Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા :

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:6
24 Iomraidhean Croise  

પક્ષીના દેખતાં તેને પકડવાની જાળ બિછાવવી નિરર્થક છે.


જેમ દાંતને સરકો અને આંખને ધૂમાડો ત્રાસરૂપ હોય છે, તેમ આળસુ માણસ તેને કામ સોંપનાર માટે ત્રાસજનક હોય છે.


આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે.


પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે.


આળસુ પર છત તૂટી પડે છે, અને એદીને ભૂખમરો વેઠવો પડે છે.


આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ તેને મુખ સુધી લાવવાની ઇચ્છા થતી નથી.


મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ.


આળસુની ક્ષુધા તેની હત્યા કરે છે; કારણ, તેના હાથ શ્રમ કરવાનો ઇનકાર કરે છે.


આળસુ કહે છે, “બહાર સિંહ છે; જો હું ઘર બહાર શેરીમાં જઈશ તો માર્યો જઈશ.”


મારા પુત્ર મારી વાત સાંભળ અને જ્ઞાની બન, અને સદાચરણના માર્ગ પર તારું મન લગાડ.


પૃથ્વી પર ચાર પ્રાણી નાનાં છે, પણ તે સૌથી શાણાં છે:


કીડી જાતની નાજુક છે, પણ તે ઉનાળામાં ખોરાકનો સંગ્રહ કરે છે.


આળસુ, તું ક્યાં સુધી પથારીમાં આળોટ્યા કરીશ? ક્યારે તું નિદ્રા તજીને ઊભો થઈશ?


બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.


આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી.


માલિકે કહ્યું, ’અરે દુષ્ટ, આળસુ નોકર! તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઊપણ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું,


આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી?


ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.


તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan