Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જૂઠાણાં પર જૂઠાણાં ઉચ્ચારતો સાક્ષી, અને સગાસંબંધીઓમાં ઝઘડાટંટા સળગાવનાર વ્યક્તિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી. અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:19
24 Iomraidhean Croise  

મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ, જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને તેઓ હિંસા આચરવા તત્પર છે.


દુષ્ટો મારી વિરુદ્ધ જુબાની આપે છે; મને જાણ નથી એવા ગુનાઓ વિષે તેઓ મારી ઊલટતપાસ કરે છે.


“તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.


“તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.


સાચી સાક્ષી આપનાર ન્યાયનું કામ સરળ બનાવે છે, પણ જૂઠી સાક્ષી આપનાર પોતાનું કપટ પ્રગટ કરે છે.


વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે.


કુટિલજન ઝઘડા કરાવે છે; કાનભંભેરણી કરનાર મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે.


ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.


અદાલતમાં જૂઠી સાક્ષી પૂરનારને સજા થશે, અને જુઠ્ઠાબોલો સાક્ષી નષ્ટ થઈ જશે.


જૂઠો સાક્ષી નષ્ટ થઈ જશે; પરંતુ સાંભળ્યા પ્રમાણે સાચું બોલનારની સાક્ષી ટકશે.


ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.


મિત્રો વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર ફરસી, તલવાર કે તીક્ષ્ણ તીર જેવો ક્તિલ છે.


જેમ બળતણના અભાવે અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ કાન ભંભેરનારને અભાવે ઝઘડા શમી જાય છે.


તેમનાં વિકૃત મનમાં હંમેશા કુટિલ યોજનાઓ ઘડાતી હોય છે, અને તેઓ સર્વ સ્થળે ફાટફૂટ પડાવવા મથે છે.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.


મુખ્ય યજ્ઞકારોએ અને સમગ્ર ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે ખોટો પુરાવો શોધવા યત્નો કર્યા.


પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા.


મૂર્ખ અને અજ્ઞાન દલીલોથી દૂર રહે. કારણ, તેથી ઝઘડો જ થાય છે તે તું જાણે છે.


શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે.


Lean sinn:

Sanasan


Sanasan