Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેથી કશી ચેતવણી આપ્યા વિના આપત્તિ તેમના પર ત્રાટકશે, અને કોઈ ઉપાય વિના તેમનો અચાનક વિનાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે; અચાનક તેનો નાશ થશે, અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:15
15 Iomraidhean Croise  

પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે.


તેથી તમારા પર અચાનક વિપત્તિ આવી પડે ત્યારે હું અટ્ટહાસ્ય કરીશ; આતંક તમને પકડી પાડે ત્યારે હું તમારી મજાક ઉડાવીશ.


તોફાનની જેમ મહાઆપત્તિ અને વંટોળની જેમ મુશ્કેલીઓથી તમે ઘેરાઈ જશો અને ભારે પીડા તથા વ્યથા અનુભવશો, ત્યારે હું તમારો ઉપહાસ કરીશ.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


કારણ, તેઓ બન્‍ને વિદ્રોહીઓ પર ઓચિંતો નાશ લાવશે અને તેઓ પર કઈ આપત્તિ લાવશે તે કોણ જાણી શકે?


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે.


હું સંદેશ પ્રગટ કરી રહ્યો હતો તે જ વખતે બનાયાનો પુત્ર પલાટયા મરણ પામ્યો. મેં ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, “અરેરે, પ્રભુ પરમેશ્વર શું તમે ઇઝરાયલના બચી ગયેલાઓનો પૂરેપૂરો વિનાશ કરશો?”


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan