Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:5
17 Iomraidhean Croise  

તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. ઈશ્વરના સઘળા નિયમો પાળીને તે તેના પૂર્વજ દાવિદને પગલે ચાલ્યો અને એના માર્ગને દૃઢતાપૂર્વક વળગી રહ્યો.


હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું, અને તેમના માર્ગમાંથી આમતેમ ભટકી ગયો નથી.


મારા પર જુલમ કરનારા અને મારા શત્રુઓ અનેક છે; પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોથી ચલિત થતો નથી.


ગર્વિષ્ઠ જનો મારો સતત ઉપહાસ કરે છે, છતાં હું તમારા નિયમથી વિમુખ થયો નથી.


અમારા પગ તમારા માર્ગથી વિચલિત થયા નથી.


સોના કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, ચાંદી કરતાં સમજ પ્રાપ્ત કરવી વધારે ઇચ્છવા યોગ્ય છે.


શીખવાની સૂઝ ન હોય તેવા મૂર્ખ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે નાણાં હોય તે શા કામનાં?


બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.


જ્ઞાન સંપાદન કરનાર તેનું પોતાનું જ હિત કરે છે, અને સમજશક્તિ કેળવનાર સફળ થાય છે.


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ.


જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર.


ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan