Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:16 - પવિત્ર બાઇબલ C.L.

16 કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:16
13 Iomraidhean Croise  

તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે.


તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી.


કારણ, તેઓ દુષ્ટતા આચરવા દોડી જાય છે, અને ખૂન કરવા સદા તત્પર હોય છે.


એ ઉપરાંત તે તને દુષ્કર્મોમાં મજા માણનારા, ભ્રષ્ટતામાં આનંદ લૂટનારા, સન્માર્ગેથી ભટકી જનારા, અને કપટી વર્તન કરનારાઓથી ઉગારશે.


એ માર્ગને ટાળ; એ તરફ ફરક્તો પણ નહિ. ત્યાં જઈ ચડયો હોય તો પાછો ફર. અને તારે માર્ગે જ આગેકૂચ કર.


પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.”


દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.


પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે.


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા, અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા.


તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.


પણ અફસર લુસિયસ વચ્ચે પડીને તેને બળજબરીથી લઈ ગયા.


તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.


Lean sinn:

Sanasan


Sanasan