Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેં સ્વીકારેલી શિસ્તમાં દૃઢ થા અને મંદ પડીશ નહિ, તારા જીવની જેમ તેનું જતન કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:13
20 Iomraidhean Croise  

પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”


શિસ્તમય આચરણ કરનાર જીવનના માર્ગે ચાલે છે, પણ શિખામણની અવજ્ઞા કરનાર તે માર્ગેથી ભટકી જાય છે.


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


જ્ઞાન તેને ગ્રહણ કરનાર માટે ‘જીવનના વૃક્ષ’ જેવું છે, અને તેને વળગી રહેનાર સલામત રહે છે.


તેઓ તારે માટે સંજીવની સમાન થશે, અને તારા ગળા માટે શોભાનું આભૂષણ બની રહેશે.


કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે.


જેઓ મને પ્રાપ્ત કરે છે તેમને જીવન પ્રાપ્ત થાય છે, અને પ્રભુ તેમના પર પ્રસન્‍ન થાય છે.


ધનની સલામતી કરતાં જ્ઞાનની સલામતી સારી છે; જ્ઞાન તો પોતાને ધરાવનારનું રક્ષણ કરે છે, એ તેનો લાભ છે.


પણ તેમને છોડીને હું થોડેક આગળ ગઈ કે તે તરત જ મને મળી ગયો. હું તેને મારી માતાને ઘેર, છેક તેના ઓરડા સુધી લઈ આવી ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો અને છટકવા દીધો નહિ.


જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે.


સિમોન પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? સાર્વકાલિક જીવન આપે તેવા શબ્દો તો તમારી પાસે જ છે.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા.


આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.”


સર્વ બાબતોની પારખ કરો, અને તેમાંથી સારું હોય તેને વળગી રહો.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


Lean sinn:

Sanasan


Sanasan