Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 31:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર, અને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને તેનો સાચો ન્યાય કર, દીનદુ:ખીઓના અને જરૂરતમંદનાં હક્કનું રક્ષણ કર.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 31:9
30 Iomraidhean Croise  

દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.


એને બદલે, નિર્બળોને તથા અનાથોને ન્યાય અપાવો; પીડિતો તથા કંગાલજનોના હક્કાનું સમર્થન કરો.


રાજાને માટે દુષ્કર્મો ઘૃણાસ્પદ છે, કારણ, નેકી જ તેના રાજ્યને સ્થિર અને સલામત રાખે છે.


રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે,


નેકજન કંગાલોના અધિકારોની રક્ષા કરે છે, પણ દુષ્ટને એવી કંઈ દરકાર હોતી નથી.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.


તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


“ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.”


તે સમયે મેં તમારા ન્યાયાધીશોને આ પ્રમાણે ફરમાવ્યું હતું: તમારા જાતભાઈઓમાં ઊભી થયેલી તકરારોના કેસ યાનપૂર્વક સાંભળો. દરેક તકરારનો અદ્દલ ન્યાય તોળો, પછી તમારા જાતભાઈઓની અંદરોઅંદરની બાબત હોય કે તમારી મધ્યે વસતા પરદેશી સાથેની બાબત હોય.


“હે ઈશ્વર, તારું રાજયાસન સનાતન છે. તું તારું રાજય ન્યાયથી ચલાવે છે. તું સત્યને ચાહે છે અને અસત્યને ધિક્કારે છે. તેથી ઈશ્વરે, તારા ઈશ્વરે તને પસંદ કર્યો છે, અને તારા સાથીદારો કરતાં તને વિશેષ આનંદથી અભિષિક્ત કર્યો છે.”


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


યોનાથાને શાઉલ આગળ દાવિદની પ્રશંસા કરતાં કહ્યું, “પિતાજી, તમારા સેવક દાવિદને તમે કંઈ ઈજા કરશો નહિ. તેણે તમારું કંઈ ભૂંડું કર્યું નથી. એથી ઊલટું, તેનાં સર્વ કાર્યોથી તમને લાભ થયો છે.


યોનાથાને જવાબ આપ્યો, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”


Lean sinn:

Sanasan


Sanasan