Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 31:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે લમુએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી; વળી, મદિરા ક્યાં છે? [એમ કહેવું] હાકેમોને શોભતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દ્રાક્ષારસ પીવો તે રાજાનું કામ નથી, ઓ લમૂએલ; દ્રાક્ષારસની પાછળ ઝૂરવું એ રાજકર્તાનું કામ નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 31:4
16 Iomraidhean Croise  

ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો.


બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો.


મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી.


જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે.


જે દેશનો રાજા કુલીન વંશનો હોય, જેના રાજપુરુષો નશા માટે નહિ, પણ બળપ્રાપ્તિ માટે યોગ્ય સમયે ખાતાપીતા હોય તે દેશને ધન્ય છે!


તમારી કેવી દુર્દશા થશે! તમે દ્રાક્ષાસવ પીવામાં શૂરા અને દારૂ ગાળવામાં બહાદુર છો.


સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan