Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું દિવ્યજ્ઞાન પામ્યો નથી, તેમ જ મને પવિત્ર પરમેશ્વર કેવા છે તેની જાણકારી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું જ્ઞાન પણ શીખ્યો નથી, તેમ જ મને પવિત્ર [ઈશ્વર] નું જ્ઞાન નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું ડહાપણ શીખ્યો નથી કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું જ્ઞાન શીખ્યો નથી કે નથી મને પવિત્ર ઇશ્વરનું જ્ઞાન નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:3
15 Iomraidhean Croise  

કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે!


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે, અને પરમપવિત્ર ઈશ્વર વિષેનું જ્ઞાન એ જ વિવેકબુદ્ધિ છે.


તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ અને વચ્ચે આડે આવશો નહિ. અમારી આગળ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને પ્રગટ કરવાનું બંધ કરો.”


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


Lean sinn:

Sanasan


Sanasan