Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:15 - પવિત્ર બાઇબલ C.L.

15 જળોને બે દીકરીઓ હોય છે; તેમનાં નામ છે: “આપ, આપ!” વળી, ત્રણ વસ્તુઓ કદી તૃપ્ત થતી નથી, અને “બસ” એમ કદી ન કહેનાર ચાર બાબતો છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “આપ આપ, ” એ [નામની] જળોને બે દીકરીઓ છે. કદી તૃપ્ત થતાં નથી એવાં ત્રણ વાનાં છે, અને જે એમ કહેતાં જ નથી, કે “બસ, ” એવાં ચાર [વાનાં] છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, “આપો અને આપો.” કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે, “બસ,” એમ ન કહેનાર એવી ચાર બાબતો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જળોને બે દીકરીઓ છે. તેઓ “આપો! આપો!” એમ ચીસો પાડે છે. જે કયારેય તૃપ્ત ન થાય, તેવી ત્રણ વસ્તુઓ છે. પરંતુ ચાર, એવા છે કે જે કદી “બસ” કહેતા નથી:

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:15
26 Iomraidhean Croise  

ત્રણ જાતનાં પ્રાણીઓની ચાલ દમામદાર હોય છે; ચાર પ્રાણીઓની ચાલ ગૌરવવંતી હોય છે:


ત્રણ વાતોને લીધે ધરતી કાંપે છે, અને ચાર બાબતો તે સહન કરી શક્તી નથી;


પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે.


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.


તેમણે જવાબ આપ્યો, “અબ્રાહામ અમારો આદિપિતા છે.” ઈસુએ જવાબ આપ્યો, “જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત, તો તેણે જેવાં કાર્ય કર્યાં એવાં તમે પણ કરત.


તો પછી તમારા પૂર્વજોએ જેની શરૂઆત કરી તેને પૂરું કરો.


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે.


પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.


પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.


પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ.


પૃથ્વી પર ચાર પ્રાણી નાનાં છે, પણ તે સૌથી શાણાં છે:


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


પ્રભુ કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે એક આખી પ્રજાને ગુલામ તરીકે અદોમને વેચી દીધી.


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


પણ તમે જાદુગરણના પુત્રો, વ્યભિચારિણી અને વેશ્યાનાં સંતાન, તમે અહીં પાસે આવો.


મૃત્યુલોક શેઓલ અને વિનાશક ક્યારે ય તૃપ્ત થતાં નથી, તેમ માણસની આંખોની લાલસા કદી સંતોષાતી નથી.


એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે.


મૃત્યુલોક શેઓલ, વંધ્યાનું ઉદર, વર્ષાના અભાવે તરસી ભૂમિ, અને ભભૂકી ઊઠેલી આગ!


Lean sinn:

Sanasan


Sanasan