Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:10 - પવિત્ર બાઇબલ C.L.

10 કોઈપણ નોકરની તેના શેઠ સમક્ષ નિંદા ન કર; નહિ તો તે તને શાપ દેશે અને તું દોષપાત્ર ઠરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ચાકરની ચાડી તેના શેઠ આગળ ન કર, રખેને તે તને શાપ દે, ને તું દોષપાત્ર ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર. રખેને તે તને શાપ દે, ને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:10
18 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


અનાજનો સંગ્રહ કરનાર પર લોકો શાપ વરસાવે છે, પણ અનાજ વેચવા કાઢનારને લોકો આશીર્વાદ આપે છે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


માણસના પ્રત્યેક શબ્દ પર લક્ષ ન આપ, નહિ તો તારે તારા દાસ દ્વારા તને અપાતો શાપ સાંભળવો પડશે.


ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.”


પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.


કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે.


જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.


“જો કોઈ ગુલામ તેના માલિક પાસેથી નાસી છૂટીને તમારે શરણે આવે તો તમારે તેને તેના માલિકને પાછો સોંપવો નહિ.


તેણે કહ્યું, “હું તમને નુક્સાન કરવા માગું છું એવું કહેનાર લોકોનું તમે કેમ સાંભળો છો?


તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.


દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan