Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પૂરા દયથી પ્રભુ પર ભરોસો રાખ; માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:5
24 Iomraidhean Croise  

એટલે, ઈશ્વર અમારું રક્ષણ કરે તે માટે અમે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી અને ઈશ્વરે તે માન્ય કરી.


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ.


તારું ભાવિ જીવન પ્રભુને સોંપ; તેમના પર ભરોસો રાખ, એટલે તે તને સહાય કરશે.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


પ્રભુમાં તારો ભરોસો ટકી રહે માટે આ જ્ઞાનવાતો હું તને, હા, તને જ શીખવું છું.


ધનવાન થવા માટે તારી જાત ઘસી નાખીશ નહિ, પણ ડહાપણપૂર્વક સંયમ દાખવ.


પોતાની જ અક્કલ પ્રમાણે વર્તનાર મૂર્ખ છે, પણ શાણાની શિખામણ પ્રમાણે વર્તનાર સલામત રહેશે.


તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


કેટલીક વાર વાદળ થોડા જ દિવસ મંડપ ઉપર રહેતું. ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓ પડાવ નાખતા કે પડાવ ઉઠાવતા.


જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહે, પછી એ બે દિવસ હોય, મહિનો હોય કે તેથી વધુ સમય હોય; ત્યાં સુધી ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા નહિ. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા.


બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


Lean sinn:

Sanasan


Sanasan