Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:17 - પવિત્ર બાઇબલ C.L.

17 જ્ઞાન તારા જીવનને આનંદમય બનાવે છે, અને તારા માર્ગમાં તને કલ્યાણ બક્ષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેના માર્ગે સુખચેન જ છે, અને તેના બધા રસ્તામાં શાંતિ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:17
19 Iomraidhean Croise  

યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


મારી રુચિને તમારા શબ્દો કેટલા મીઠા લાગે છે! તે મારી જીભને મધ કરતાં વધુ મીઠા લાગે છે.


પુષ્કળ સંપત્તિમાં રાચવા કરતાં તમારાં નિયમનોનાં અનુસરણમાં મને વધુ આનંદ મળે છે.


તમારા નિયમ પર પ્રેમ રાખનારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે; તેમને ઠોકર ખાવાને કોઈ કારણ નથી.


હે પ્રભુ, હું તમારા ઉદ્ધારની અભિલાષા રાખું છું; તમારો નિયમ મારો આનંદ છે.


હું તમારી આજ્ઞાઓથી આનંદ પામું છું; કારણ, હું તેમને સાચા દયથી ચાહું છું.


પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


જ્ઞાન તારા અંતરમાં ઊતરશે, અને વિદ્યા તારા પ્રાણને આનંદિત કરશે.


જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે.


હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


Lean sinn:

Sanasan


Sanasan