Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારે તારા કોઠારો ધાન્યથી ઊભરાશે, અને તારા દ્રાક્ષકુંડો દ્રાક્ષાસવથી છલકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:10
15 Iomraidhean Croise  

સાદોકના વંશજ પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાએ તેને કહ્યું, “લોકોએ પ્રભુના મંદિરમાં ભેટો લાવવાની શરૂઆત કરી ત્યારથી અમારે ખાવાને માટે અમને પૂરતો ખોરાક મળ્યો છે અને વળી આટલું બધું વયું છે. પ્રભુએ પોતાના લોકોને આશીર્વાદ આપ્યો હોઈ આ બધું એકત્ર થયેલું છે.”


તેણે પોતાના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવીને નિયમ અને આજ્ઞાઓ અનુસાર ઈશ્વરના મંદિરમાંની સેવાને લગતું જે કામ ઉપાડયું તે તેણે સફળતાપૂર્વક પાર પાડયું.


અમારી વખારો દરેક પ્રકારના ધાન્યથી ભરપૂર હો. અમારા વાડામાં ઘેટાંઓ હજારોહજાર બચ્ચાં જન્માવો!


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.


અનાજનાં ખળાં અનાજથી ભરાઈ જશે, પીલવાના કુંડ પાસેના ખાડાઓ દ્રાક્ષાસવ અને ઓલિવ તેલથી ઊભરાઈ જશે.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.


જેમને તમારી સાથે જમીનનો કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી એવા તમારા નગરમાં વસતા લેવીઓ તથા પરદેશી, અનાથ અને વિધવાઓ આવીને એમાંથી ખાઈને તૃપ્ત થશે. તમે આવું કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને તમારાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપશે.


“પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે.


Lean sinn:

Sanasan


Sanasan