Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે,

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:1
31 Iomraidhean Croise  

હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે.


હું કેટલો જુલમ વેઠું છું તે જુઓ, અને મને છોડાવો; કારણ, હું તમારો નિયમ વીસરતો નથી.


તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ.


જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી.


તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ.


જો કે દુષ્ટોના ફાંદાઓ મને ફસાવે તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.


હું તમારા આદેશો કદી વીસરીશ નહિ; કારણ, તેમના દ્વારા તમે મને જીવતો રાખ્યો છે.


હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”


પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.


મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ.


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ;


મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ.


નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે.


હું તમને ઉત્તમ બોધ આપું છું, તેથી મારા શિક્ષણની અવજ્ઞા કરશો નહિ.


તેમને તારી નજર આગળથી દૂર થવા ન દે; તેમને તારા દયના ઊંડાણમાં રાખ;


ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ.


સાંભળો, જ્ઞાન પોકાર પાડે છે, અને વિવેકબુદ્ધિ ઊંચે સાદે બોલાવે છે.


જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે.


હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


“હું તમને આજે ફરમાવું છું તે બધી આજ્ઞાઓનું તમે કાળજીપૂર્વક પાલન કરો કે જેથી તમે જીવતા રહો અને વૃધિ પામો અને જે દેશ તમને આપવા વિષે તમારા પૂર્વજો સમક્ષ પ્રભુએ શપથ લીધા હતા તેમાં પ્રવેશ કરીને તેનો કબજો લો.


Lean sinn:

Sanasan


Sanasan