Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 29:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પોતાના મિત્રને ફોસલાવનાર માણસ તેના મિત્રના પગ માટે જાળ બિછાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 29:5
18 Iomraidhean Croise  

‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


તે પોતાના મનમાં અહંકાર કરે છે કે, ન તો તેનો અપરાધ જડશે, ન તો તેનો તિરસ્કાર થશે.


મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે.


પક્ષીના દેખતાં તેને પકડવાની જાળ બિછાવવી નિરર્થક છે.


ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ.


જૂઠાબોલી જીભ તેનો ભોગ બનનારા પર દ્વેષ રાખે છે, અને ખુશામતખોર મોં બરબાદી લાવે છે.


ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે.


આમ, પોતાનાં ઘણાં પ્રલોભનોથી તેણે તેને લલચાવ્યો, અને પોતાના મોહક શબ્દોથી તેને ફોસલાવ્યો,


તેઓ તને ‘વ્યભિચારી’ સ્ત્રીથી અને લોભામણી વાતો કરનાર વેશ્યાથી બચાવશે.


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


“હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.


તેથી તેમણે દાવિદને એ કહ્યું અને તેણે જવાબ આપ્યો, “હું તો ગરીબ અને વિસાત વિનાનો છું. મારે માટે રાજાના જમાઈ બનવું એ કંઈ નાનીસૂની વાત છે?”


Lean sinn:

Sanasan


Sanasan