Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 29:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઇન્સાફ દ્વારા રાજા તેના દેશને સ્થિર શાસન આપશે, પણ પ્રજાનું શોષણ કરનાર દેશને બરબાદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે; પણ લાંચ લેનાર તેને પાયમાલ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે, પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 29:4
19 Iomraidhean Croise  

દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! તેમણે તમારા પર પ્રસન્‍ન થઈને તમને પોતાના રાજ્યની ગાદી પર બેસાડયા છે. તે પોતાના ઇઝરાયલી લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમને કાયમને માટે સાચવી સંભાળી રાખવા તેમણે તમને રાજા બનાવ્યા છે; જેથી તમે ન્યાયનીતિ પ્રવર્તાવી શકો.”


તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી.


નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.


હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે.


નેકી પ્રજાને મહાન બનાવે છે, પરંતુ પાપ કોઈપણ પ્રજા માટે કલંકરૂપ છે.


રાજાની વાણીમાં દિવ્ય અધિકાર હોય છે, તેથી તેના મુખથી અન્યાય થવો જોઈએ નહિ.


રાજાને માટે દુષ્કર્મો ઘૃણાસ્પદ છે, કારણ, નેકી જ તેના રાજ્યને સ્થિર અને સલામત રાખે છે.


રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે,


જો રાજા સચ્ચાઈથી ગરીબોનો ન્યાય તોળે, તો તેનું રાજ્યાસન સદા સલામત રહેશે.


મારા વડે જ રાજાઓ રાજ ચલાવે છે, અને રાજવીઓ સારા કાયદાઓ ઘડે છે.


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


“તેના પછી બીજો એક રાજા ઊભો થશે. પોતાના રાજ્યની આવક વધારવા માટે લોકો પર કરવેરા લાદવા તે પોતાના એક અધિકારીને મોકલશે. થોડા જ સમયમાં તે રાજા મારી નંખાશે; પણ તે નહિ તો જાહેરમાં કે નહિ યુદ્ધમાં.”


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત.


Lean sinn:

Sanasan


Sanasan