Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:8 - પવિત્ર બાઇબલ C.L.

8 જે બેફામ વ્યાજ અને નફો લઈને પોતાની મિલક્ત વધારે છે, તે ગરીબો પ્રત્યે હમદર્દી દાખવનાર માટે તે મિલક્ત છોડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે, તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે કોઇ વ્યાજખોરી અને વધુ પડતી નફાખોરીથી સંપત્તિની વૃદ્ધિ કરે છે; તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:8
13 Iomraidhean Croise  

તેણે પડાવી લીધેલી ઘેટીને બદલે તેના કરતાં ચારગણું ભરપાઈ તેણે કરી આપવું પડશે. કારણ, તેણે આવું ક્રૂર કૃત્ય કર્યું છે અને દયા દાખવી નથી.”


તે નિર્બળ અને ગરીબો પર દયા દાખવશે, અને પીડિતોના પ્રાણ બચાવશે.


“જો તમે મારા લોકમાંથી કોઈ ગરીબને નાણાં ધીરો તો તમે તેની સાથે ધીરધાર કરનારના જેવું વર્તન ન દાખવશો. અને તેની પાસેથી વ્યાજ ન લેશો.


સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે.


ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે.


ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે.


પરંતુ ગરીબને તો તેના ભાઈઓ પણ ધિક્કારે છે, અને તેના મિત્રો પણ તેનાથી દૂર રહે છે; મિત્રોને મનાવવા તે આજીજી કરે છે, પણ તે મિત્રોને મેળવી શક્તો નથી.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે.


વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય,


તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો લેવો નહિ. પણ તમારે તમારા ઈશ્વરની બીક રાખવી અને તેને તમારી સાથે રાખવો.


Lean sinn:

Sanasan


Sanasan