Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 આંખની શરમ રાખવી એ સારું નથી; તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ [સારું નથી].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પક્ષપાત કરવો એ યોગ્ય નથી; તેમ જ કોઇ માણસ રોટલાના ટૂકડા માટે ગુનો કરે તે પણ સારુ નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:21
11 Iomraidhean Croise  

બહુમતી ખોટું કરવાની તરફેણમાં હોય અને ન્યાયને મરડી નાખવા જૂઠી સાક્ષી આપે ત્યારે તમારે તેનાથી દોરવાઈ જઈને ખોટું કરવું નહિ.


તમે લાંચ ન લો; કારણ, લાંચ લોકોને સત્ય પ્રત્યે આંધળા બનાવે છે અને નિર્દોષના દાવાને નિરર્થક બનાવે છે.


ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.


આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.


તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


Lean sinn:

Sanasan


Sanasan