Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:18 - પવિત્ર બાઇબલ C.L.

18 સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માર્ગેથી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:18
18 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


પ્રામાણિક્તા અને સચ્ચાઈ મારું રક્ષણ કરો; કારણ, હું તમારી આશા રાખું છું.


પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે.


પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી આયુષ્ય વધે છે, પણ દુષ્ટો અકાળે મોત પામે છે.


સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


સદાચારી માણસને કુમાર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડશે. પરંતુ પ્રામાણિક જનને ઉચ્ચ વારસો પ્રાપ્ત થશે.


અવળે માર્ગે ચાલનાર અપ્રામાણિક ધનવાન કરતાં સન્માર્ગે ચાલનાર પ્રામાણિક ગરીબ ચડિયાતો છે.


તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો.


પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું.


પણ પ્રભુના દૂતે બલામને કહ્યું, “તું આ માણસોની સાથે જા. પણ હું તને જે કહું તે જ તારે તેમને કહેવું.” તેથી બલામ બાલાકના માણસો સાથે ગયો.


જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?”


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan