Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 27:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જેમ અત્તર તથા સુગંધીથી હ્રદયને હર્ષ થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 27:9
20 Iomraidhean Croise  

તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.


વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો.


એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે.


નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.


મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે.


મારી પથારી બોળ, અગર તથા તજનાં અત્તરોથી સુવાસિત બનાવી છે.


ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે.


પછી મિર્યામે જટામાંસીનું આશરે ચારસો ગ્રામ શુદ્ધ અને કીમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડયું અને ચરણોને પોતાના વાળથી લૂછયા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું.


વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.


ઓલિવવૃક્ષે જવાબ આપ્યો, ‘જેનાથી દેવોનું અને માણસોનું સન્માન થાય છે એવા મારા તેલને પેદા કરવાનું પડતું મૂકીને હું વૃક્ષો પર શાસન ચલાવવા આવું?’


Lean sinn:

Sanasan


Sanasan