Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 27:23 - પવિત્ર બાઇબલ C.L.

23-24 સંપત્તિ સદાકાળ ટક્તી નથી; અરે, રાજગાદી પણ વંશપરંપરા ટક્તી નથી; માટે, તારા પશુધનની પરિસ્થિતિ વિષે માહિતગાર રહે, અને ખંતથી તેમની કાળજી રાખ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ, અને તારાં ઢોરઢાંકની બરાબર તપાસ રાખ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 27:23
16 Iomraidhean Croise  

પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય.


તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું.


પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,


પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.


એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો.


પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ.


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


“તમે મારા ઘેટાં છો, હું તમારો ઘેટાંપાળક છું. તમે મારી પ્રજા છો અને હું તમારો ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે.


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે.


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan