Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન આપ, નહિ તો તું પણ તેના જેવો મૂર્ખ ગણાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મૂર્ખને તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે, રખેને તું પણ તેની બરાબર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:4
14 Iomraidhean Croise  

એમ તે યુવાનોની સલાહને અનુસર્યો. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂ્ક્યો હતો, પણ હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા. પણ હું તમને ચાબુકથી ફટકારીશ.”


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે.


મૂર્ખને તેની મૂર્ખાઈને અનુરૂપ ઉત્તર આપ, નહિ તો તે પોતાને જ્ઞાની સમજશે.


જો જ્ઞાની માણસ મૂર્ખ વિરુદ્ધ કેસ માંડે, તો તેને જંપ રહેશે નહિ, કારણ, મૂર્ખ તેની નિંદા અને મશ્કરી કરશે.


હિઝકિયા રાજાની સૂચના પ્રમાણે લોકો ચૂપ રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહિ.


પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે.


ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું.


મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”


Lean sinn:

Sanasan


Sanasan