Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:24 - પવિત્ર બાઇબલ C.L.

24 દ્વેષી માણસ કપટી વાણીથી છેતરે છે; કારણ, તેનું હૈયું કપટથી ભરેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:24
17 Iomraidhean Croise  

પણ શખેમે યાકોબના પુત્રોની બહેન દીનાની આબરૂ લીધી હતી, એટલે તેમણે શખેમને તથા તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો.


પછી આબ્શાલોમે કહ્યું, “તો પછી, મારા ભાઈ આમ્નોનને તો આવવા દેશોને?” રાજાએ પૂછયું, “તેને આવવાની શી જરૂર છે?”


પણ આબ્શાલોમે એટલો આગ્રહ સેવ્યો કે છેવટે દાવિદે આમ્નોન અને તેના બીજા બધા પુત્રોને આબ્શાલોમ સાથે જવા દીધા.


યોઆબે અમાસાને કહ્યું, “ભાઈ કેમ છે?” અને તેણે અમાસાને ચુંબન કરવા માટે પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી.


તેથી સાનબાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે હું તેમને ઓનોના મેદાનના કોઈએક ગામમાં જઈને મળું. એમાં તો મને નુક્સાન પહોંચાડવાની તેમની કુયુક્તિ હતી.


હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો.


જેઓ પડોશી સાથે મોંએ મીઠું બોલે પણ હૃદયમાં કપટ રાખે એવા દુષ્ટો અને દુરાચારીઓ સાથે મને હડસેેલી દેશો નહિ.


મારી મુલાકાતે આવનારા સહાનુભૂતિના પોકળ શબ્દો ઉચ્ચારે છે; તેઓ અંદરખાને મારા વિષે જૂઠી માહિતી એકઠી કરે છે, અને બહાર જઈને અફવાઓ વહેતી મૂકે છે.


કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે.


પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.


સાચી સાક્ષી આપનાર ન્યાયનું કામ સરળ બનાવે છે, પણ જૂઠી સાક્ષી આપનાર પોતાનું કપટ પ્રગટ કરે છે.


કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે,


નેકજનોના ઇરાદાઓ નેક હોય છે, પણ દુષ્ટોની સલાહ કુટિલ હોય છે.


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે.


દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan