Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 25:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 25:8
12 Iomraidhean Croise  

આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું આપણે સતત લડયા જ કરવાનું છે? અંતે વેરઝેર વિના બીજું કશું જ નહિ રહે તેની તને ખબર નથી પડતી? અમે તો તારા દેશબાંધવો છીએ. તું ક્યારે તારા માણસોને અમારો પીછો કરતા અટકાવીશ?”


પછી તેણે કહ્યું, “જીવતા બાળકના બે ભાગ કરો અને બન્‍નેને અડધો ભાગ આપો.”


એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


મૂર્ખની દલીલો સંઘર્ષ ઊભો કરે છે, અને તેનું મોં લપડાક માગે છે.


કારણ, દહીં વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડવાથી લોહી ફૂટી નીકળે છે, તેમ જ ક્રોધ છંછેડવાથી ઝઘડા ઊભા થાય છે.


ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan