Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 25:6 - પવિત્ર બાઇબલ C.L.

6 રાજદરબારમાં પોતાને આગળ કરીશ નહિ, અને મહાનુભાવોના ઊંચા સ્થાને બેસીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રાજાની હજૂરમાં આગળ છાતી ન કાઢ, અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 25:6
15 Iomraidhean Croise  

હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


પણ મોશેએ ઈશ્વરને કહ્યું, “ફેરો પાસે જઈને ઇઝરાયલી લોકોને છોડાવનાર હું કોણ?”


જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે.


વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે.


તેમ જ દુષ્ટોને રાજાની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવે તો ન્યાય-નેકી દ્વારા તેનું રાજ્યાસન સ્થિર થશે.


કારણ, રાજા તને ઉચ્ચ આસન પરથી ઊઠી જવાનું કહે, એ કરતાં રાજા પોતે તને ઉચ્ચ આસને બેસાડે એ વધારે સારું છે.


બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર.


એના કરતાં તો, જ્યારે તમને નિમંત્રણ આપવામાં આવે ત્યારે જઈને સૌથી છેલ્લી જગ્યાએ બેસો, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ‘મિત્ર, આવો, પેલા સારા સ્થાને બેસો,’ એટલે બીજા બધા મહેમાનોની સમક્ષ તમને માન મળશે.


“કોઈ તમને લગ્નજમણમાં નિમંત્રણ આપે તો મુખ્ય સ્થાનમાં જઈને ન બેસો. કદાચ એવું બને કે તમારા કરતાં કોઈ વધુ પ્રતિષ્ઠિત માણસને નિમંત્રણ આપવામાં આવ્યું હોય.


શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan