Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 25:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 25:2
20 Iomraidhean Croise  

દાવિદે તેને પૂછયું, “શાઉલ અને યોનાથાન માર્યા ગયા છે એની તને કેવી રીતે ખબર પડી?”


તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું.


તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો.


મારા આદેશ પ્રમાણે શોધખોળ કરવાથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયથી જ યરુશાલેમ શહેરમાં રાજાઓ વિરુદ્ધ બળવા થતા રહ્યા છે. તેમાં હમેશાં બળવાખોરો અને તોફાનીઓ રહેતા આવ્યા છે.


“આથી નામદાર, અમારી આપને વિનંતી છે કે બેબિલોન રાજ્યના દફતર ભંડારમાં તપાસ કરાવો કે સમ્રાટ કોરેશે યરુશાલેમમાંનું મંદિર ફરી બાંધવાનો આદેશ આપેલો કે નહિ. તે પછી આ અંગે આપની શી ઇચ્છા છે તે પ્રમાણે અમને આદેશ આપશો.”


સમ્રાટ દાર્યાવેશે બેબિલોન રાજ્યના દફતરભંડારમાં શોધ કરવાનો આદેશ આપ્યો.


હું કંગાલોને પિતાની ગરજ સારતો, અને અજાણ્યાઓની ગરજ જાણીને તેમને સહાય કરતો.


જો તને સમજણ હોય તો મને કહે કે, મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?


“સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”


‘અબુધપણામાં મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?’ એવું તમે જે પૂછયું તે સાચું છે. કારણ, તેથી તો હું સમજતો નહોતો તેવી બાબતો વિષે બોલ્યો; એ બાબતો એવી અદ્‍ભુત છે કે હું તે સમજી શક્યો નહિ.


વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે.


આકાશની ઊંચાઈ અને અધોલોકની ઊંડાઈની જેમ રાજાઓનું મન અકળ હોય છે.


પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.


પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.”


“કેટલીક બાબતો આપણા ઈશ્વર પ્રભુએ આપણાથી ગુપ્ત રાખી છે, પરંતુ તેમણે તેમના નિયમો આપણે માટે પ્રગટ કર્યા છે, જેથી આપણે અને આપણા વંશજો તેમનું સદાસર્વદા પાલન કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan