Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મૂર્ખ યોજનાઓ ઘડવી એ પાપરૂપ છે અને ઉદ્ધત માણસને સૌ કોઈ ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મૂર્ખનો વિચાર પાપી હોય છે; અને તિરસ્કાર કરનાર માણસથી લોકો કંટાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે, લોકો જે વ્યકિત બડાઇ હાંકે છે તેને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:9
16 Iomraidhean Croise  

પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


હું બેવડું બોલનારને ધિક્કારું છું; પરંતુ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.


ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે.


ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.


તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે.


સદા કુટિલ યોજનાઓ ઘડવામાં રાચનારા કુટિલતામાં નિષ્ણાત તરીકે કુખ્યાત બને છે!


ઘમંડી માણસો આખા નગરને ઉશ્કેરે છે, પણ જ્ઞાની માણસો ક્રોધાગ્નિ શમાવે છે.


ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.


પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજરે જુએ છે તો તે તેની સાથે મનમાં વ્યભિચાર કરે છે.


તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?


તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan