Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:23 - પવિત્ર બાઇબલ C.L.

23 આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:23
18 Iomraidhean Croise  

પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”


શું તમે ઈશ્વરની હિમાયત કરીને પક્ષપાત કરશો? શું તમે ઈશ્વર વતી વકીલાત કરશો?


જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.


ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.


તું જ્ઞાનીઓનાં આ કથનો ધ્યાન દઈને સાંભળ; હું તને તે શીખવું છું ત્યારે તે પર તારું ચિત્ત લગાડ.


ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


“ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.


બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.”


તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’


તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


Lean sinn:

Sanasan


Sanasan