Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તારા શત્રુનું પતન થાય ત્યારે હરખાઈશ નહિ, અને તે ઠોકર ખાય ત્યારે હૃદયમાં આનંદ પામીશ નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હ્રદયમાં તું મગ્ન થતો નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:17
12 Iomraidhean Croise  

આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો અને દાવિદ રાજા પોક મૂકીને રડયો અને સર્વ લોકોએ પણ તેમ કર્યું.


મેં મારા શત્રુઓની પડતીમાં આનંદ માણ્યો નથી, અને તેના પર વિપત્તિ આવી પડી ત્યારે હરખાયો નથી;


પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી.


મારા કપટી શત્રુઓને મારા ઉપર આનંદ કરવા ન દો, એને વિનાકારણે મારો દ્વેષ કરનારા તેમની આંખના મિચકારા ન મારે.


મારા વેરીઓ જાણે મારાં હાડકાં તોડવા કારી ઘા કરતા હોય, તેમ મને મહેણાં મારે છે. તેઓ મને નિરંતર પૂછયા કરે છે: “તારો ઈશ્વર ક્યાં છે?”


ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.


નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે.


યહૂદિયાના તારા ભાઈઓની દુર્દશા સામે તારે કિંગલાવું જોઈતું નહોતું. તેમની પાયમાલીના દિવસે તારે ખુશી થવું જોઈતું નહોતું. તેમની વિપત્તિના વખતે તારે તેમની હાંસી ઉડાવવી જોઈતી નહોતી.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


Lean sinn:

Sanasan


Sanasan