Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એથીય વિશેષ જ્ઞાન તારા આત્માને મીઠું લાગશે. તો તે પ્રાપ્ત કરવાથી તારું ભાવિ ઉજ્જવળ બનશે, અને તારી આશા નષ્ટ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે? જો તને તે મળ્યું હોય, ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે, અને તારી આશા રદ જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:14
12 Iomraidhean Croise  

મારી રુચિને તમારા શબ્દો કેટલા મીઠા લાગે છે! તે મારી જીભને મધ કરતાં વધુ મીઠા લાગે છે.


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


માયાળુ શબ્દો મધની જેમ, સ્વાદમાં મીઠા અને શરીરને આરોગ્યપ્રદ હોય છે.


જ્ઞાન તારા અંતરમાં ઊતરશે, અને વિદ્યા તારા પ્રાણને આનંદિત કરશે.


જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે.


જો તું એમ કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે; અને તારી આશા નષ્ટ થશે નહિ.


તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.


ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર.


પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.


Lean sinn:

Sanasan


Sanasan