Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:6 - પવિત્ર બાઇબલ C.L.

6 કોઈ કંજૂસ માણસનું અન્‍ન ખાઈશ નહિ. અરે, તેના સ્વાદિષ્ટ ભોજનની લાલચમાં પણ પડતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કંજૂસ માણસનું અન્‍ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:6
9 Iomraidhean Croise  

હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો.


પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.


એણે પીરસેલી સ્વાદિષ્ટ વાનગીઓની લાલસામાં પડીશ નહિ; કારણ, એ ભોજન કદાચ છેતરવા માટે પણ હોય.


કંજૂસ માણસ ધન પાછળ દોડે છે, પણ દરિદ્રતા તેને પકડી પાડશે તેની તેને ખબર નથી!


મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?


વ્યભિચાર, લોભ, અને સર્વ પ્રકારનાં ભૂંડાં કામો કરવા પ્રેરે છે; કપટ, ક્માતુરપણું, ઈર્ષા, નિંદા, અભિમાન અને મૂર્ખાઈ:


જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.


તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan