Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરૂડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે (ધન) આંખના પલકારામાં ઊડી જશે. પૈસો પોતાના માટે પાંખો ઉગાડશે. આકાશમાં ઊડતાં ગરૂડની જેમ તે ઉડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:5
17 Iomraidhean Croise  

તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.”


એ પથારીમાં સૂઈ જાય છે ત્યારે ધનવાન હોય છે, પણ તે એટલી જ વાર; કારણ, જ્યારે તે આંખ ઉઘાડે છે, ત્યારે બધું ધન લોપ થઈ ગયું હોય છે.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે.


સભાશિક્ષક કહે છે, મિથ્યા જ મિથ્યા, સઘળું મિથ્યા છે.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે.


તેને કંઈ ઈજા પહોંચાડશો નહિ, પણ તેની મરજી પ્રમાણે તેને માટે વ્યવસ્થા કરો.”


આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો; જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે, અને લૂંટારાઓ લૂંટી જાય છે.


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan