Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:30 - પવિત્ર બાઇબલ C.L.

30 કોને વિનાકારણ ઘા પડયા છે? કોની આંખોમાં લાલાશ છે? સતત દારૂ ઢીંચનારાઓને! મદિરાનાં નવાં નવાં મિશ્રણ પીનારાઓને!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 જેઓ દ્રાક્ષારસ જ પીધા કરે છે અને જેઓ દ્રાસારસના નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે તેઓને.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:30
10 Iomraidhean Croise  

એકવાર તેણે દ્રાક્ષાસવ પીધો અને નશામાં આવી જઈને પોતાના તંબુમાં નવસ્ત્રો થઈ ન પડયો હતો.


પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી.


દારૂડિયાની સોબત ન કર; વળી, માંસના ખાઉધરનો સંગ ન કર.


તેણે મિજબાની માટે પશુ કાપ્યાં છે, મસાલેદાર દ્રાક્ષાસવ બનાવ્યો છે અને ભોજન તૈયાર કર્યું છે.


દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે સવારે વહેલા ઊઠીને દારૂ ઢીંચવા માંડો છો અને દ્રાક્ષાસવ પીને મોડી રાત સુધી મસ્ત રહો છો.


તમે કટોરા ભરીભરીને દ્રાક્ષાસવ ગટગટાઓ છો અને તમારા શરીરે સારાં સારાં અત્તરો લગાડો છો; પણ યોસેફના વિનાશની એટલે ઇઝરાયલના રાજ્યના ભાવિ પતનની તમને કંઈ ચિંતા નથી.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan