Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હદના મૂળ પથ્થરોને હટાવીશ નહિ, અને અનાથોની જમીનો પડાવી લઈશ નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અસલનાં સીમા-પથ્થરો ન ખસેડ; અને અનાથનાં ખેતરોમાં પ્રવેશ ન કર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:10
17 Iomraidhean Croise  

તેં સહાય માટે આવેલી વિધવાઓને ખાલી હાથે પાછી કાઢી છે, અને અનાથો પર અત્યાચાર કર્યો છે.


દુષ્ટો ધાવતાં અનાથ બાળકોને આંચકી લે છે, અને ગરીબોનાં સંતાનોને દેવા પેટે ગીરવે રાખે છે.


તમે તો અનાથને માટે ચિઠ્ઠીઓ નાખો એવા છો; અરે, મિત્રોને પણ વેચી મારો તેવા છો!


તેઓ વિધવાઓ અને દેશમાં વસતા પરદેશીઓને હણી નાખે છે; તેઓ અનાથોની હત્યા કરે છે.


વિધવા અથવા અનાથને દુ:ખ ન દો.


પ્રભુ અહંકારીનું ઘર ભોંયભેગું કરી નાખે છે, પણ વિધવાની મિલક્તને સાચવે છે.


તારા પૂર્વજોએ હદ દર્શાવવા રોપેલા મૂળ પથ્થરોને તારે ક્યારેય ખસેડવા નહિ.


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો,


પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો,


વિધવાઓ, અનાથો, તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા તંગીમાં હોય એવા કોઈના ઉપર જુલમ ન ગુજારો. એકબીજાને નુક્સાન કરવાની પેરવી ન કરો.’


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ.


‘પોતાના પડોશીની જમીનની હદનો પથ્થર ખસેડનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.


Lean sinn:

Sanasan


Sanasan