Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:9
29 Iomraidhean Croise  

તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


દયા દર્શાવનાર પોતાનું જ હિત કરે છે, પણ નિર્દય માણસ પોતાને જ ઘાયલ કરે છે.


ઉદારતા દાખવનાર તેનો બદલો પામશે, “તું કોઈકને પાણી પીવડાવીશ તો કોઈક તને ય પાશે.”


ખંતથી ભલું કરનાર સદ્ભાવના પ્રાપ્ત કરશે, પણ ભૂંડાઈ આચરનારને ભૂંડાઈ જ મળશે.


ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે.


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


જે ગરીબના પોકાર પ્રત્યે લક્ષ આપતો નથી, તે પોતે પણ મદદ માટે પોકાર કરશે ત્યારે કોઈ તેનું સાંભળશે નહિ.


પોતાના માતપિતાને લૂંટયા પછી જે એમ કહે છે કે, એમાં કંઈ ગુનો નથી તે હત્યારાનો સાથીદાર છે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


તે જુલમ પીડિતોને અને ગરીબોને ઉદાર હાથે આપે છે.


પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે.


મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?


વ્યભિચાર, લોભ, અને સર્વ પ્રકારનાં ભૂંડાં કામો કરવા પ્રેરે છે; કપટ, ક્માતુરપણું, ઈર્ષા, નિંદા, અભિમાન અને મૂર્ખાઈ:


પણ જ્યારે તમે ભોજન સમારંભ રાખો, ત્યારે ગરીબોને, અપંગોને, લંગડાઓને અને આંધળાઓને નિમંત્રણ આપો.


આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’


તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે.


સારું કરવાનું ન ચૂકો, તેમજ એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, એવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્‍ન થાય છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


બડબડાટ કર્યા વગર એકબીજાને માટે તમારાં ઘરો ખુલ્લાં મૂકો.


Lean sinn:

Sanasan


Sanasan