Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:8 - પવિત્ર બાઇબલ C.L.

8 અન્યાયનાં બીજ વાવનાર ફસલમાં વિપત્તિ લણશે; અને તેણે આચરેલ અત્યાચાર તેના નાશનું નિમિત્ત બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે; અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:8
12 Iomraidhean Croise  

મેં તો જોયું છે કે જેઓ ભૂંડાઈનાં ખેતર ખેડે છે અને અનિષ્ટનાં બી વાવે છે તેઓ તેવું જ લણે છે.


નેકજનોના ફાળે આવેલ ભૂમિમાં, દુષ્ટ શાસકો સદા રાજ કરશે નહિ; નહિ તો કદાચ નેકજનો પણ અન્યાય કરવા લલચાય.


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે.


થોડા સમયમાં તમારા પરનો મારો કોપ સમાપ્ત થશે અને પછી હું તેમનો નાશ કરીશ.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


“હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે.


પ્રભુનો અવાજ સાંભળતાં આશ્શૂર થરથરી જશે અને પ્રભુના રાજદંડથી તેમના પર પ્રહાર થશે.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


પણ તમે તો તેને બદલે ભૂંડાઈ વાવી છે અને ફસલમાં દુષ્ટતા પામ્યા છો. તમે તમારા જુઠાણાનું પરિણામ ભોગવ્યું છે. “તમે તમારા રથો પર અને સૈન્યબળ પર ભરોસો રાખ્યો છે.


જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan