Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:4 - પવિત્ર બાઇબલ C.L.

4 નમ્રતા અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરના બદલામાં સંપત્તિ, સન્માન અને ભરપૂર જીવન પ્રાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:4
17 Iomraidhean Croise  

પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ.


જ્ઞાનીના આવાસમાં કિંમતી ખજાના અને સુવાસિત અત્તર હોય છે, પણ મૂર્ખ પોતાની સંપત્તિ બેફામ રીતે ઉડાવી દે છે.


નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે.


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


કુટિલજનોનો માર્ગ કાંટા અને ફાંદાથી પથરાયેલો હોય છે; પોતાના આત્માની કાળજી રાખનાર તેનાથી દૂર રહેશે.


માણસનો અહંકાર તેને હલકો પાડશે, પરંતુ વિનમ્ર માણસ સન્માન પ્રાપ્ત કરશે.


જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે.


લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે.


તે સર્વ સમયે પોતાના લોકનો અડગ આધાર બની રહેશે. તે તેમને માટે ઉદ્ધાર, જ્ઞાન અને ડહાપણનો સમૃદ્ધ ખજાનો બની રહેશે. પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ એ જ તેમનો ખજાનો છે.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


“મારામાં સમજશક્તિ પાછી આવી એટલે મને મારી પ્રતિષ્ઠા, મારો પ્રતાપ અને મારો રાજવૈભવ પાછાં મળ્યાં. મારા અધિકારીઓ અને પ્રધાનોએ મારો આવકાર કર્યો અને અગાઉના કરતાં વિશેષ માનથી મારો રાજ્યાધિકાર મને પાછો સોંપ્યો.


એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan