Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:29
19 Iomraidhean Croise  

ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી.


તારી સમક્ષ આખો ઇજિપ્ત દેશ છે. તારા પિતાને અને તારા ભાઈઓને દેશમાં ઉત્તમ જગ્યામાં વસાવ. તેઓ ભલે ગોશેન પ્રદેશમાં વસે, અને તેમનામાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય તો તેમને મારાં ઢોર પણ સાચવવા માટે સોંપી દે.”


યોઆબ અને તેના માણસોએ અસાહેલનું શબ લઈને બેથલેહેમમાં તેમના કુટુંબની કબરમાં દફનાવ્યું. પછી તેઓ આખી રાત ચાલીને વહેલી સવારે હેબ્રોન પાછા આવ્યા.


તમારા માણસો કેવા ભાગ્યશાળી છે! વળી, તમારી તહેનાતમાં સતત રહેતા તમારા સેવકો પણ કેવા ભાગ્યશાળી છે કે તેમને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો લહાવો મળે છે.


યરોબામ સશક્ત જુવાન હતો અને તેને ખંતથી કામ કરતો જોઈને શલોમોને તેને યોસેફના પુત્રો મનાશ્શા અને એફાઈમનાં કુળોના પ્રદેશમાં વેઠના સર્વ કામ પર ઉપરી તરીકે નીમ્યો.


તેઓ કુંભાર હતા, અને રાજાની નોકરીમાં હતા. તેઓ નટાઇમ અને ગદેરા નગરોમાં વસતા હતા.


આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે.


ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે.


જો તું કોઈ મહાનુભાવ સાથે જમવા બેસે તો તારી જમવાની રીતભાત પર ધ્યાન રાખ.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


રાજાએ એ બધા સાથે વાત કરી તો દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા સૌના કરતાં શ્રેષ્ઠ માલૂમ પડયા. તેથી તેમને રાજાના દરબારના સભ્ય બનાવવામાં આવ્યા.


તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


દાવિદ શાઉલ પાસે આવ્યો અને તેની સેવામાં જોડાયો. શાઉલને તેના પર ખૂબ પ્રેમ હતો અને તેણે તેને પોતાનાં શસ્ત્રો ઊંચકવા રાખ્યો.


કેટલાક માણસોએ દાવિદની એ વાત શાઉલને જણાવી. એટલે શાઉલે તેને બોલાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan