Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:30 - પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:30
20 Iomraidhean Croise  

પણ ઉરિયા ઘેર નહિ જતાં મહેલના પ્રવેશદ્વારે સંરક્ષકો સાથે સૂઈ રહ્યો.


પણ અહિયાએ બારણે તેનાં પગલાંનો અવાજ સાંભળતાં જ તેને કહ્યું, “અંદર આવ. હું જાણું છું કે તું યરોબામની પત્ની છે. તું બીજી વ્યક્તિ હોવાનો ઢોંગ કેમ કરે છે? પ્રભુ તરફથી તારે માટે મારી પાસે માઠા સમાચાર છે.


તેમનામાંથી એકે ઉત્તર આપ્યો, “હે રાજા, મારા માલિક, કોઈ નહિ; પણ તમે તમારા પોતાના ખંડના એકાંતમાં જે બોલો છો તે પણ ઈઝરાયલ દેશમાંનો સંદેશવાહક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”


શું તું તેનું નાક દોરડાથી નાથી શકે? કે તેના જડબાને આંકડાથી વીંધી શકે?


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી.


સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે?


તારી પાસે લશ્કરી વ્યૂહરચના અને તાક્ત છે એવું તું કહે છે, પણ એ તો માત્ર મુખના ઠાલા શબ્દો છે. તું કોના પર આધાર રાખીને મારી વિરુદ્ધ બળવો કરે છે?


પોતાના બનાવનારની સાથે વાદવિવાદ કરનારની કેવી દુર્દશા થશે! તે તો માટીનાં પાત્રોમાંનું એક પાત્ર જ છે. શું માટી કુંભારને પૂછી શકે કે, “તું શું બનાવે છે?” અથવા શું તારી કૃતિ તને કહી શકે કે, “તારામાં આવડત નથી?”


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ.


તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહિ. તેમને જેમ કરવું હોય તેમ કરવા દો; કારણ, જો તેમની આ યોજના અને કાર્ય માનવયોજિત હશે, તો તે પડી ભાંગશે;


પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહિ. કદાચ, તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બનો.” ન્યાયસભાએ ગમાલીએલની સલાહ માની.


યરીખોના રાજાને ખબર પડી કે તે સાંજે કેટલાક ઇઝરાયલી દેશની બાતમી કાઢવા આવ્યા છે.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


Lean sinn:

Sanasan


Sanasan