Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:20 - પવિત્ર બાઇબલ C.L.

20 જ્ઞાનીના આવાસમાં કિંમતી ખજાના અને સુવાસિત અત્તર હોય છે, પણ મૂર્ખ પોતાની સંપત્તિ બેફામ રીતે ઉડાવી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જ્ઞાની વ્યકિતના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ તેને સ્વાહા કરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:20
20 Iomraidhean Croise  

તેણે હોઈયાં કરેલું ધન તે ઓકી નાખે છે. ઈશ્વર તેને તેના પેટમાંથી પાછું કઢાવે છે.


તેણે પોતાના પરિશ્રમનું ફળ ખાધા વિના પાછું આવવું પડશે, અને તે પોતાની કમાણી માણી શકશે નહિ.


તેના ઘરમાં ધનસંપત્તિ રહેશે; તેની ભલાઈ સદા ટકશે.


મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.


જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે.


નેકજનના ઘરમાં વિપુલ સમૃદ્ધિ હોય છે, પણ દુષ્ટની કમાણી તેને માટે સંકટ લાવે છે.


નમ્રતા અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરના બદલામાં સંપત્તિ, સન્માન અને ભરપૂર જીવન પ્રાપ્ત થાય છે.


મારા પર પ્રેમ રાખનારને હું સંપત્તિ બક્ષું છું, અને તેમના ખજાના ભરી દઉં છું.


મિજબાની આનંદપ્રમોદ માટે હોય છે અને દ્રાક્ષાસવથી જીવને આનંદ મળે છે. પણ એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે.


જે મનુષ્યને ઈશ્વરે ધન, સંપત્તિ અને તેમનો ઉપભોગ કરવાની શક્તિ આપ્યાં છે તેણે પોતાની પરિસ્થિતિનો ઉપકાર સહિત સ્વીકાર કરીને આનંદપૂર્વક પરિશ્રમ કરવો જોઈએ.


જીવિત વ્યક્તિઓ માટે જ્ઞાન લાભદાયી છે; કારણ ધનસંપત્તિ કરતાં બુદ્ધિ ઉત્તમ છે.


પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ.


ત્યાર પછી મૂર્ખ કન્યાઓએ સમજુ કન્યાઓને કહ્યું, ’તમારી પાસે જે તેલ છે તેમાંથી થોડું અમને આપો. કારણ, અમારા દીવા હોલવાઈ જાય છે.’


તેની પાસે જે હતું તે બધું તેણે ખર્ચી નાખ્યું, પછી તે દેશમાં કારમો દુકાળ પડયો, અને તેની પાસે કંઈ રહ્યું નહિ.


ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસને એક કારભારી હતો. કારભારી તેના શેઠના પૈસા વેડફી નાખે છે એવી ફરિયાદ શેઠના સાંભળવામાં આવી.


સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan