Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દરેક વ્યક્તિને પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના અંત:કરણની પારખ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો [દેખાય] છે; પણ યહોવા અંત:કરણોની તુલના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલાં સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:2
18 Iomraidhean Croise  

તો અદલ ત્રાજવામાં હું ભલે તોળાઉં, અને ઈશ્વર મારી નિષ્ઠા ચક્સી જુએ.


તે પોતાના મનમાં અહંકાર કરે છે કે, ન તો તેનો અપરાધ જડશે, ન તો તેનો તિરસ્કાર થશે.


મૂર્ખ હંમેશાં પોતાની વાત સાચી માને છે, પણ જ્ઞાની સારી સલાહ સાંભળે છે.


દરેક વ્યક્તિને તેનું પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના ઇરાદાઓ પારખે છે.


એક એવો માર્ગ છે કે જે માણસને સાચો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


ચાંદી કુલડીમાં અને સોનું ભઠ્ઠીમાં ગળાય છે, પણ અંત:કરણની પારખ કરનાર તો ઈશ્વર છે.


ઘણા માણસો મૈત્રીમાં વફાદારી દાખવ્યાનો દાવો કરે છે, પણ વફાદાર મિત્ર કોને મળે?


જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


તકેલ એટલે વજન. તમે ત્રાજવામાં તોળાયા છો અને તોલમાં તમે બહુ હલકા જણાયા છો.


ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


પોતે કંઈ ન હોવા છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય, તો તે પોતાની જાતને છેતરે છે.


ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


Lean sinn:

Sanasan


Sanasan