Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:16 - પવિત્ર બાઇબલ C.L.

16 સમજના માર્ગેથી ભટકી જનાર માણસ મૃતાત્માઓની સંગતમાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:16
20 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે.


નેક આચરણ કરવાને કટિબદ્ધ થનાર ભરપૂર જીવન સંપાદન કરશે, પણ ભૂંડાઈની પાછળ પડનાર મૃત્યુને શરણ થશે.


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરનાર દીર્ઘાયુ પ્રાપ્ત કરશે; પોતાના આચરણ વિષે બેદરકાર રહેનાર મૃત્યુ પામશે.


શિસ્તને અભાવે તે માર્યો જાય છે, અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી પડે છે.


પણ તેનું આમંત્રણ સ્વીકારનારને ખબર નથી કે તેનું ઘર મૃતાત્માઓનો વાસ છે, અને તેના મહેમાનો સીધા મૃત્યુલોક શેઓલના ઊંડાણમાં ઊતરનારા છે.


પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.


જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”


ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.


મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”


આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ.


તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan