Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 20:24 - પવિત્ર બાઇબલ C.L.

24 માણસનો જીવનપ્રવાસ પ્રભુના અધિકારમાં છે; તો પછી માણસ પોતાનો માર્ગ કેવી રીતે સમજી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 માણસની ચાલચલગત યહોવાના હાથમાં છે; તો માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોવાહ માણસના પગલાંને દોરે છે, તો પછી માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 20:24
10 Iomraidhean Croise  

જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


હે પ્રભુ, મને તમારો માર્ગ દર્શાવો; મને તમારા રસ્તાને અનુસરવાનું શીખવો.


જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે ત્યારે તે તેનાં પગલાં દઢ કરે છે.


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


માણસ મનમાં વિચારો ગોઠવે છે, પણ જીભનો ઉત્તર પ્રભુના હાથમાં છે.


માણસ મનથી પોતાની યોજના ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે.


હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’


Lean sinn:

Sanasan


Sanasan