Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 20:20 - પવિત્ર બાઇબલ C.L.

20 માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે કોઈ પોતાના પિતાને કે પોતાની માને શાપ દે છે, તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 20:20
16 Iomraidhean Croise  

તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવે છે, અને આ સંસારમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે.


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


“જે કોઈ પોતાના પિતાને અથવા માતાને શાપ દે તેને જરૂર મારી નાખવો.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


આરંભમાં ઉતાવળે મેળવેલી વારસાગત સંપત્તિ છેવટે સુખદાયી નીવડશે નહિ.


કારણ, દુષ્કર્મીઓનું કંઈ ભાવિ નથી, અને દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી.


પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે.


“પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે.


કારણ, ઈશ્વરે કહ્યું છે, ’તારા માતાપિતાનું સન્માન કર.’ અને ’જો કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તો તે જાનથી માર્યો જાય.’


ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’


ત્યાર પછી મૂર્ખ કન્યાઓએ સમજુ કન્યાઓને કહ્યું, ’તમારી પાસે જે તેલ છે તેમાંથી થોડું અમને આપો. કારણ, અમારા દીવા હોલવાઈ જાય છે.’


‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan