Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 જો તું મારું સાંભળશે તો તું નેકી અને ઇન્સાફને પારખી શકીશ અને તું સન્માર્ગે આગળ વધીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, તું દરેક સત્યમાર્ગને સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે;

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 2:9
16 Iomraidhean Croise  

તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે; તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે.


હું તમારાં સાક્ષ્યવચનોનું અયયન કરું છું, તેથી મારા સર્વ શિક્ષકો કરતાં મારામાં વધુ સમજ છે.


જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


દુષ્ટોની ટોળકી ન્યાયનો સાચો અર્થ સમજતી નથી, પણ પ્રભુના ભક્તો ન્યાયને સંપૂર્ણપણે સમજે છે.


એ માર્ગમાં ચાલીશ તો કંઈ અવરોધ નડશે નહિ, અને દોડીશ તો પણ ઠોકર ખાઈશ નહિ.


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


હું નેકીના માર્ગમાં ચાલું છું, અને ન્યાયના માર્ગને અનુસરું છું.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું.


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan