Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 2:4
20 Iomraidhean Croise  

તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.”


તેઓ મોતને માટે તલપે છે, દાટેલો ખજાનો શોધવા ખોદવું પડે એથી વિશેષ પ્રયત્નો એને માટે કરે છે, પણ તે જડતું નથી.


હે ઈશ્વર, સુવર્ણ અને શુદ્ધ સુવર્ણ કરતાં તમારી આજ્ઞાઓ પર હું અધિક પ્રેમ રાખું છું.


પુષ્કળ સંપત્તિમાં રાચવા કરતાં તમારાં નિયમનોનાં અનુસરણમાં મને વધુ આનંદ મળે છે.


સોનાચાંદીના લાખો સિકાકાઓ કરતાં તમારા મુખે પ્રગટેલો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.


તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે.


સોના કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, ચાંદી કરતાં સમજ પ્રાપ્ત કરવી વધારે ઇચ્છવા યોગ્ય છે.


જો તું પારખશક્તિ માટે પોકારીને વિનંતી કરીશ, અને સમજણ માટે ઊંચે અવાજે આજીજી કરીશ;


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.


વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે.


આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”


Lean sinn:

Sanasan


Sanasan