Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે,

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 2:1
21 Iomraidhean Croise  

તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.


હે પ્રભુ, અમને અમારા આયુષ્યના અલ્પ દિવસો ગણતાં શીખવો; જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.


તે શિસ્તપૂર્વક અને ડહાપણપૂર્વક આચરણ કરતાં તથા નેકી, ઇન્સાફ અને શુદ્ધતામય જીવન જીવતાં શીખવે છે,


નિયમ પાળનાર પુત્ર જ્ઞાની છે, પણ ખાઉધરાઓનો સાથીદાર પોતાના પિતાની બદનામી કરે છે.


મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ.


મારા પુત્રો, તમારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપો; તે પ્રતિ ધ્યાન આપવાથી તમને પારખબુદ્ધિ પ્રાપ્ત થશે.


મારા પુત્ર મારું સાંભળ અને મારી સલાહ સ્વીકાર, તેથી તારું આયુષ્ય દીર્ઘ થશે.


તેમની આજ્ઞાઓ અને શિક્ષણને સદા તારા હૃદયમાં સાચવી રાખ, અને તેમને તારે ગળે પહેરી રાખ.


મારા પુત્ર, મારા શબ્દોનું પાલન કર અને મારી આજ્ઞાઓ તારા મનમાં સંઘરી રાખ.


સાંભળો, જ્ઞાન પોકાર પાડે છે, અને વિવેકબુદ્ધિ ઊંચે સાદે બોલાવે છે.


જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.


મિર્યામે આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી અને એના પર ઊંડો વિચાર કરવા લાગી.


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


“હવે હું તમને જે કહેવાનો છું તે ભૂલશો નહિ! માનવપુત્ર માણસોના હાથમાં સોંપી દેવાશે.”


વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’


આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.


Lean sinn:

Sanasan


Sanasan